સુરત’માં આભ ફાટ્યું..! : માત્ર 1 કલાકમાં જ સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતાં લિંબાયત વિસ્તારમાં જળબંબાકાર...

સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

New Update
  • લિંબાયત શહેરના વિસ્તારમાં જાણે આભ ફાટ્યું

  • માત્ર 1 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો

  • આશાનગરના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાં

  • અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણીનો ભરાવો

  • જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી

સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતીજે મુજબ શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત્ રહી છે. તો બીજી તરફઆજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાણે આભ ફાટ્યું હોય તેમ લિંબાયત વિસ્તારમાં માત્ર 1 કલાકમાં સાડા ચાર ઇંચ અને 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.

શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. તો અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેછેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતોજ્યારે ભારે વરસાદના વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીંઅનેક વાહનચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની ફરજ પડી હતી.

Latest Stories