ડિંડોલીમાં નવાગામ-લિંબાયત માર્ગ પર રેલવે ફાટક બંધ
રેલ્વે ફાટકને કાયમ માટે બંધ સ્થાનિક લોકોમાં રોષ ફાટ્યો
ધારાસભ્ય સંગિતા પાટીલ પ્રત્યે લોકોમાં રોષ ફાટી નીકળ્યો
સંગિતા પાટીલ બિહાર ચૂંટણીના કામમાં વ્યસ્ત : સ્થાનિક
સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયત જતા માર્ગ પર રેલવે ફાટક કાયમ માટે બંધ લોકોમાં સ્થાનિક ધારાસભ્ય સંગિતા પાટીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયત જતા માર્ગ પર આવેલ આરડી નગર રેલવે ફાટકને તંત્ર દ્વારા હંમેશા માટે બંધ કરવામાં આવી છે. આ રેલવે ફાટક એક મહિનો કહી 6 મહિના માટે બંધ રાખવામાં આવી હતી, ત્યારે હવે અંડરપાસ બનવાના કારણે આ ફાટકને હંમેશા માટે બંધ કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સતત અવર-જવરથી ધમધમતી રેલવે ફાટક બંધ થવાના કારણે લોકોને નવાગામ-ડિંડોલીથી લિંબાયત તરફ જવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, પોતાના વિસ્તારના મતદારોની રજૂઆત સાંભળવાના બદલે ધારાસભ્ય સંગીતા પાટીલને બિહારની ચૂંટણીમાં વધુ રસ છે. લોકો ધારાસભ્ય સંગીતા પાટીલને રજૂઆત કરવા જાય છે, પરંતુ તે બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું લોકો જણાવી રહ્યા છે. સંગીતા પાટીલ અમારા ધારાસભ્ય નથી, પણ બિહારના ધારાસભ્ય હોવાનું જણાવી લોકોએ રોડ પર આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.