સુરતની “સૂરત” બદલાશે..! : સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા SMCએ કમર કસી, જાહેરમાં થૂકનાર પર બાજ નજર

સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

New Update
Advertisment
  • મનપાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા કમર કસી

  • મનપા દ્વારા લોકોને સ્વચ્છતા માટે કરવામાં આવી રહ્યા જાગૃત

  • 4,500 CCTV કેમેરા દ્વારા ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત

  • ગંદકી કરતાં શહેરના નાગરિકો પર રાખવામાં આવી બાજ નજર

  • સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ લોકોને મળશે ઈ-ચલણ : મનપા

Advertisment

સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો પર મહાનગરપાલિકા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. આ માટે મનપા 4,500 CCTV કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યું છે.

 દર વખતની જેમ ફરી એક વખત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માંગતી નથી. લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફસૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ માટે સુરત મહાનગરપાલિકા 4,500 CCTV કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ આવા લોકોને ઈ-ચલણ પણ મોકલવામાં આવે છે. સૂરત મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા શહેરના તમામ ન્યુસેન્સ પોઇન્ટ પર ત્રીજી આંખથી નજર રાખી રહી છે.

છેલ્લા 5 મહિનામાં 245 લોકોને જાહેરમાં થૂકવા બદલ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાંથી 67 લોકોએ ઈ-ચલણ ભરી દીધા છે. જો આવનાર દિવસોમાં અન્ય લોકો ઈ-ચલણ નહીં ભરેતો તેમને 100ની જગ્યાએ 250 રૂપિયા ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કેસૂરત શહેરમાં જાહેરમાં થૂકનાર લોકો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ શહેરના બ્યુટીફિકેશન પર ગુટકા અને પાન-મસાલાની પિચકારી મારી ગંદગી ફેલાવે છે. જેના કારણે આવા લોકો પર એક્શન લેવા માટે સુરત મહાનગરપાલિકા ઇમરજ્સી રિસ્પોન્સ સેન્ટરની મદદથી લઈ રહી છે.

Latest Stories