સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી
પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તવાઈ
બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનચાલકો દંડાયા
કાળા કાચની કાર ડિટેન કરવાની કાર્યવાહી કરાય
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ઘણી વખત રોંગ સાઈડમાં જતાં વાહન ચાલકોના કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. આ ઉપરાંત આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર પર બ્લેક ફિલ્મ લગાડવી, સીટ બેલ્ટ ન પહેરવો, નંબર પ્લેટ વગરના વાહન, લાયસન્સ વગર વાહન ચલાવવું સહિતના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં પણ શહેર વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ બને તે માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.