-
ગોડાદરામાં ધો.8ની વિદ્યાર્થીનીનો આપઘાત
-
આદર્શ પબ્લિક સ્કૂલમાં કરતી હતી અભ્યાસ
-
શાળા સંચાલકની નિર્દયતાથી કર્યો આપઘાત
-
પરિવજનોએ સંચાલકો પર લગાવ્યો આરોપ
-
ફી બાકી હોવાથી વિદ્યાર્થીનીને કરતા હતા ટોર્ચર
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,શાળાની ફી ન ભરી શકતા સંચાલક દ્વારા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતા તેણીએ આઘાત જનક પરિસ્થિતિથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ તેના પરિવાજનોએ કર્યા હતા.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઉભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે.
સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇન્કાર કરતી હતી.તેના માતા-પિતા કામ અર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.