સુરત: રેકોર્ડ બ્રેક સમયમાં નર્મદા પરિક્રમા કરનાર 3 પરિક્રમાવાસીઓનું કરાયું અભિવાદન
ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો
સુરતના 3 વ્યક્તિ વિશેષ દ્વારા પાવન સલીલા માં નર્મદાની 3600 કી.મી.ની પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો વિશ્વમાં એક માત્ર એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે અને આ નદી છે પાવન સલીલા માં નર્મદા. દર વર્ષે અનેક લોકો નર્મદા નદીની પરિક્રમા કરતા હોય છે ત્યારે કાપડ નગરી સુરતના વ્યક્તિ વિશેષ નિતિન મહેતા, વિપુલ વ્યાસ અને વિજય પંડ્યા દ્વારા નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી.
ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો હતો અને 72 દિવસ બાદ 3600 કિલોમીટરનું અંતર માત્ર 72 દિવસમાં પૂર્ણ કરી તેઓએ નર્મદા પરિક્રમાને વિરામ આપ્યો હતો. ત્રણેય પરીક્રમાં વાસીઓ એક દિવસમાં 50 કી.મી.નું અંતર પગપાળા કાપતા હતા.તેઓ પરિક્રમાનુ ભગીરથ કાર્ય પૂર્ણ કરી સુરત પહોંચ્યા ત્યારે સુરતના અન્નપૂર્ણા મંદિર ખાતે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો
જેમાં સંદેશ સમાચારપત્રના નિવાસી તંત્રી પ્રસન્ન ભટ્ટ તેમજ માં નર્મદાનો સાક્ષાત્કાર કરનાર ત્રણેય પરિક્રમાવાસી નિતિન મહેતા, વિપુલ વ્યાસ અને વિજય પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કન્યાપૂજન કરવામાં આવ્યું હતું તો સાથે જ પરિક્રમાવાસીઓનું વિવિધ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.