સુરત : સચીન ગેસ ગળતર કેસમાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ

સુરતની સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ખાડીમાં નિકાલ કરતી વેળા 6 કામદારોના મોતની ઘટનામાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

New Update
સુરત : સચીન ગેસ ગળતર કેસમાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ

સુરતની સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ખાડીમાં નિકાલ કરતી વેળા 6 કામદારોના મોતની ઘટનામાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે..

સુરતની સચિન જીઆઇડીસીમાંથી પસાર થતી ખાડીમાં ઝેરી કેમિકલનો નિકાલ કરવાના કૌભાંડમાં રોજ નવા ફણગા ફુટી રહયાં છે. આ કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ અને કોન્સટેબલ તથા જીપીસીબીના અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયાં છે. કેમિકલનો નિકાલ કરતી વેળા ગેસ લીકેજ થવાથી 6 કામદારોના મોત થયાં છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગેસ ગળતર બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલાં કામદારોના ખબર અંતર પુછી તેમને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી.

આ કેસમાં પોલીસ પણ ઝડપથી કામગીરી કરી રહી છે અને વધુ મુંબઇની કંપનીના 3 અધિકારી અને સુરતના ઉદ્યોગપતિ મળી કુલ 4 આરોપીઓની ધરપકડ કરાય છે. હાઇકલ કંપનીના કોર્પોરેટ હેડ મનસુખ પટેલ, પ્રોડકશન ડિવિઝન હેડ માછીંદરનાથ ગોરહે અને સપ્લાય ચેઇનના જનરલ મેનેજર અભય દાંડેકરની ધરપકડ કરાય છે. ટેન્કરમાંથી કેમિકલ ખાડીમાં ઠાલવતી વેળા ખાડીના પાણીમાં અગાઉથી રહેલા કેમિકલની હાજરીથી રાસાયણિક પ્રકિયાના કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો અને તેના કારણે કરૂણાંતિકા સર્જાય હતી. સુરતના જે ઉદ્યોગકારની ધરપકડ કરાય છે તે બજરંગ ઇન્ડસ્ટ્રીના રમણ ભલા બારીયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Latest Stories