સુરત : આપઘાતની 3 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર, પરિવારો શોક સાથે કુશંકામાં ગરકાવ..!

સુરતમાં વિદ્યાર્થિની સહિત 3 આત્મહત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી છે, ત્યારે આપઘાતની ત્રણેય ઘટનાઓએ પરિવારોને શોકની સાથે શંકા-કુશંકામાં ગરકાવ કરી દીધા છે.

New Update
Advertisment
  • વિદ્યાર્થિની સહિત આત્મહત્યાની 3 ચકચારી ઘટના સામે આવી

  • અડાજણમાં બેંકના આસી. મેનેજરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • દિલ્હી ગેટ વિસ્તારમાં ટાવરના 11માં માળેથી યુવકે પડતું મુક્યું

  • પાંડેસરામાં માતાએ મોબાઈલ લઈ લેતા દીકરીનો આપઘાત

  • આપઘાતની ઘટનાઓથી પરિવારો શોક સાથે કુશંકામાં ગરકાવ

Advertisment

સુરતમાં વિદ્યાર્થિની સહિત 3 આત્મહત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી છેત્યારે આપઘાતની ત્રણેય ઘટનાઓએ પરિવારોને શોકની સાથે શંકા-કુશંકામાં ગરકાવ કરી દીધા છે.

સુરત શહેરમાં એક જ દિવસમાં એક સાથે 3 લોકોના આપઘાતની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની પહેલી ઘટનામાં સુરતના અડાજણ વિસ્તારમાં પવિત્ર રો-હાઉસના એક મકાનમાંથી ઇન્ડિયન બેંકના આસી. મેનેજર 30 વર્ષીય અમન રાકેશ ભાર્ગવનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતોજ્યાં પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. મૃતક યુવક પરિણીત સાથી કર્મચારી સાથે એકતરફી પ્રેમમાં પાગલ હતો. જે ગતરોજ આ સાથી કર્મચારી મહિલાને ઓફિસથી લઈ ડોક્ટરને બતાવ્યા બાદ ઘરે આવી આપઘાત કરી લીધો હતોત્યારે હાલ તો અડાજણ પોલીસે મૃતક પાસેથી મળી આવેલ સુસાઈડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

તો આપઘાતની બીજી ઘટનામાં સુરતના દિલ્હી ગેટ પાસેના ઇન્ફિનિટી ટાવરના 11માં માળેથી યુવકે પડતું મુકતા સામે આવી છે. 42 વર્ષીય કિશોરભાઈ જેસિંગભાઈ મારુ પત્ની તેમજ દિવ્યાંગ પુત્ર સાથે રહેતા હતા. જેઓ દિલ્હી ગેટ પાસે આવેલ ઇન્ફિનિટી ટાવરમાં એક આઇ.ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિવ્યાંગ પુત્રને ઉદયપુર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાનો હતો પરંતુતેની પત્નીએ આ મહિનાનો પગાર આવે ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જશું તેમ કહ્યું હતું. પુત્રના સારવાર માટે રૂપિયા નહિ મળતા અને ઘર ચલાવવામાં આર્થિક તંગી સેવાઈ રહી હતી. જેથી આર્થિક સંકડામણને કારણે તેઓએ અંતિમ પગલું ભર્યું હતું. આપઘાતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. તેઓ 11માં માળે દાદર પર આવે છેઅને 8 સેકન્ડ રાહ જુએ છેત્યારબાદ લિફ્ટના બાજુના પેસેજમાંથી એકદમ દોડીને નીચે કૂદી જાય છે. જોકેગંભીર ઇજાના કારણે તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવ અંગે મહિધરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફઅકસ્માતની ત્રીજી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. મૂળ યુપી અને હાલ પાંડેસરા વિસ્તારની ચીકુવાડી નજીક આવિર્ભાવ સોસાયટીમાં રહેતા રાજન પ્રસાદ મિલમાં લેબર કોન્ટ્રાકટ રાખી પરિવારનું ગુજરાન ચલાસે છે. જેમાં તેઓને 2 દીકરીઓમાં મોટી દીકરી વર્ષા ઘર નજીકમાં આવેલી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. ગતરોજ મોડી સાંજે વર્ષા બેડરૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતી. જેને લઈ માતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો. ત્યારબાદ માતા શાકભાજી લેવા બજાર ગયા હતાત્યારે 10 મિનિટ બાદ માતા પરત ફરતાં નાની દીકરી સૂતેલી હતીઅને વર્ષા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેવામાં માતાએ બૂમાબૂમ કરી દેતા પાડોશીઓની મદદથી વર્ષાને 108માં સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાય હતી. અત્રે ઉલ્લેખનીય છે કેમાતાએ મોબાઈલ લઈ લેતાં દીકરીએ આપઘાતનો રસ્તો પકડ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાય રહી છે.

Latest Stories