સુરત : માંડવીના ઉશ્કેર ગામે 7 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો, ભારે જહેમત બાદ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો...

મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાખી રહેતો હતો,

New Update

માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં બની ચકચારી ઘટના

7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી

10 પાંજરા ગોઠવી વન વિભાગની 7 ટીમ કામે લાગી

ભારે જહેમત બાદ ખૂંખાર દીપડાને પાંજરે કેદ કરાયો

7 વર્ષના માસૂમ બાળકના મોતથી પરિવાર આઘાતમાં

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફમાંડવી વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને ભારે જહેમત બાદ પાંજરે કેદ કરી લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસારમૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાખી રહેતો હતોત્યારે ગત મોડી સાંજે શ્રમજીવી પરિવારનો 7 વર્ષીય બાળક અજય લાલસિંગ વસાવા જે ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન દીપડો આવી બાળકને ખેંચીને નજીકના ખેતરમાં લઈ જઇ ફાડી ખાધો હતો. જોકેબાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર દોડી ગયેલ માંડવી પોલીસ તેમજ માંડવી ફોરેસ્ટ ઓફિસરની સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. દીપડાના હુમલાના ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં વન વિભાગ દ્વારા 10 જેટલા પાંજરા મારણ સાથે ગોઠવી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડી કલાકોના અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલ શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. વન વિભાગની ટીમ તુરંત દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ ગઇ હતીત્યારે હાલ માસૂમ બાળકને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારતાં શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તો બીજી તરફસરકાર દ્વારા આપવામાં આવતી સહાય શ્રમજીવી પરિવારને વહેલી તકે મળે તે માટે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.