Connect Gujarat
સુરત 

સુરત : મહારાષ્ટ્રના દંપત્તિએ નોકરી આપવાની લાલચે રૂ. 15.68 લાખ ખંખેર્યા, આરોપી પતિની ધરપકડ...

નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત : મહારાષ્ટ્રના દંપત્તિએ નોકરી આપવાની લાલચે રૂ. 15.68 લાખ ખંખેર્યા, આરોપી પતિની ધરપકડ...
X

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ રતન ચોકમાં ચાઈનીઝની લારી ચલાવતા મહારાષ્ટ્રના દંપતીએ ગ્રાન્ટેડ સરકારી શાળામાં સરકારી નોકરીની લાલચ આપી નોકરી ઈચ્છુક મહિલા સહિત 5 લોકો પાસેથી 15.68 લાખ પડાવી છેતરપિંડી કરી હતી. લિંબાયતની ઇચ્છાબા સોસાયટીમાં રહેતો ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટ જુનેદ અહમદ જમીલખાનને તેના કાકા કાલુખાન હસ્તે લીંબાયત રતન ચોકમાં સાઈ ચાઈનીઝ નામે લારી ચલાવતા હિતેશ તારાચંદ પરાતે સાથે વર્ષ 2019માં મુલાકાત કરાવી હતી.

હિતેશ અને તેની પત્ની પાર્વતીએ જુનેદને ડુમ્મસ રોડની ગ્રાન્ટેડ પીઠાવાલા કન્યા હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે જગ્યા ખાલી છે, અને આ સ્કૂલમાં મારી સારી ઓળખાણ છે. તેમ કહી નોકરીએ લગાડી દઈશ. જો નોકરી જોઈએ તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે. એટલું જ નહીં, આરોપીએ માસિક રૂપિયા 18 હજાર પગાર અને 5 વર્ષ બાદ ફુલ પગાર થઈ જશે તેવી પણ લાલચ પણ આપી હતી. નોકરીની લાલચમાં આવી જૂનેદે ટુકડે ટુકડે 2 લાખ રૂપિયા આપ્યા હતા. શરૂઆતમાં દિવાળી પહેલા કોલ લેટર મળી જશે તેવા વાયદાઓ કર્યા બાદ સરકારી કામ છે.

થોડું ધીમી ગતિએ થશે એમ કહીને સમય પસાર કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગરથી આર.પી.એ.ડી.થી કોલ લેટર આવશે એમ કહીને તેને રિસીપ્ટ નંબર આપ્યો હતો, જ્યારે રિસીપ્ટ નંબર લઈને જુનેદે પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા કોઈ લેટર લાવ્યો ન હતો. જેથી હિતેશે, હું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી લેટર લઈ આવીશ એમ કહી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર પણ આપ્યો હતો. ત્યારબાદ ફરિયાદી જુનેદે પીટાવાળી સ્કૂલમાં જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવી કોઈપણ ભરતીની જાહેરાત થઈ નથી, જેથી તે ચોંકી ગયો હતો. આરોપી હિતેશે તેની સાથે છેતરપિંડી કરી છે.

ફરિયાદીને જાણ થઈ હતી. ફરિયાદીએ તાત્કાલિક લિંબાયત પોલીસનો સંપર્ક કર્યો હતો. હિતેશ અને તેની પત્ની વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. હિતેશને માત્ર જુનેદને જ નહીં, પરંતુ એક મહિલા સહિત 5 લોકો પાસે સરકારી નોકરી આપવાના નામે રૂ. 16.48 લાખ પડાવી લઈ છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story