પાંડેસરામાં વધુ એક દુષ્કર્મની ઘટના
ધો.9માં અભ્યાસ કરતી દીકરી બની દુષ્કર્મનો ભોગ
ઘરેથી બુક લેવા નીકળેલી દીકરી સાથે દુષ્કર્મ
પાડોશમાં રહેતા યુવકે જ આચર્યું દુષ્કર્મ
પોલીસે નરાધમ યુવકની કરી ધરપકડ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીર બાળા કે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે,જોકે વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે નીકળી હતી,ત્યારે તેના પાડોશમાં રહેતા યુવકે બદઇરાદા પૂર્વક સગીરાને પોતાની બાઈક પર બેસાડીને અવાવરુ જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું,અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે લોહી નીકળતા તેને ગંભીર હાલતમાં કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.જોકે યુવતી ઘરે પહોંચતા તેના લોહીથી લથપથ કપડા જોતા પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.અને પરિવારજનો દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ઘટના અંગેની હકીકત બહાર આવી હતી, ઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી,જે ફરિયાદને આધારે પોલીસે નરાધમ આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.