Connect Gujarat
સુરત 

સુરત : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું ઉધનામાં ભવ્ય સ્વાગત, કોંગી આગેવાનો રહ્યા હાજર..

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકારણનો માહોલ બરાબરનો જામ્યો

X

ઉધના ખાતે આવી પહોચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા

ઉધના મત વિસ્તારના સક્રિય કોંગી કાર્યકર્તાઓની પરિસ્થિતી

કોંગી આગેવાનો અને કાર્યકરોએ કર્યું યાત્રાનું ભવ્ય સ્વાગત

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકારણનો માહોલ બરાબરનો જામ્યો છે. કોંગ્રેસ પણ હવે સક્રિય થતી હોય એવું દેખાય છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં નીકળેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા સુરતના ઉધના ખાતે આવી પહોંચી હતી. આ યાત્રા 164- ઉઘના વિધાનસભા મત વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં કોંગી આગેવાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા ઉધના વિધાનસભાના સક્રિય કોંગ્રેસી કાર્યકર્તા સુરેશ સોનવને સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સુરતમાં યોજાયેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, અને કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Next Story
Share it