ભાવનગરથી સુરત આવતી બસમાં મહિલા પર ભૂવાનું દુષ્કર્મ
પિતૃદોષની વિધિ માટે ગયેલી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારયું
રસ્તામાં કાળાજાદુના બહાને પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો
આરોપી પિતૃદોષની વિધિ કરવાના બહાને આવ્યો હતો સંપર્કમાં
અડાજણ પોલીસે ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી. જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી, જ્યાં તેણે ભૂવા સાથે મુલાકાત કરી હતી. વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી. આ સમયે બંને એક લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ભૂવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશમાં કરી તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે મહિલા સુરત પહોંચી, ત્યારે તેણે તાત્કાલિક અડાજણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
અડાજણ પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી, ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.