સુરત : PM મોદીના અલગ અલગ અંદાજની 7,980 તસવીરમાંથી મોદીપ્રેમી યુવકે બનાવી અનોખી ફોટો ફ્રેમ...

PM મોદીને આવકારવા લોકોમાં અનોખો થનગનાટ, મોદીપ્રેમી યુવકે બનાવી છે અનોખી મોદી તસવીર

સુરત : PM મોદીના અલગ અલગ અંદાજની 7,980 તસવીરમાંથી મોદીપ્રેમી યુવકે બનાવી અનોખી ફોટો ફ્રેમ...
New Update

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તા. 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકોને આવરી લઈને કાર્પેટ બોમ્બિંગની સ્ટાઈલમાં જોરશોરથી પ્રચાર પણ કર્યો છે. ભાજપનો ગઢ ગણાતા એવા સુરત શહેર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને PM મોદીના ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં અનોખો થનગનાટ પણ જોવા મળ્યો છે.

સુરતના એક મોદી પ્રેમી યુવકે 53x41 ઇંચની અનોખી તસવીર બનાવી હતી. જોકે, આ તસવીરને ધ્યાનથી જોઈએ તો તેમાં PM મોદીના અલગ અલગ અંદાજમાં 7,980 જેટલા નાના નાના ફોટો પણ જોવા મળશે, ત્યારે આ ફોટો ફ્રેમ બનાવનાર મોદી પ્રેમી યુવકે પ્રધાનમંત્રીના સુરત પ્રવાસ દરમ્યાન આ તસવીર PM મોદીને ભેટ સ્વરૂપે અર્પણ કરશે તેવું પણ જણાવ્યુ હતું.

#Gujarat #Connect Gujarat #Surat #PM Narendra Modi #election campaign #gift #Beyond Just News #election2022 #Gujarat Election 2022 #Unique Photo Frame #WelCome PM
Here are a few more articles:
Read the Next Article