સુરત : વાહન સાઈડમાં કરવા જેવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પિકઅપ વાન ચડાવી ઢસડી મારતા આધેડનું મોત...

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

New Update
Advertisment
  • કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના

  • વાહન સાઈડમાં કરવા જેવી નજીવી બાબતે થઈ માથાકૂટ

  • આધેડ પર પિકઅપ વાન ચડાવી 150 મીટર દૂર ઢસડ્યો

  • હત્યાની ઘટનાના હચમચાવી નાખતા CCTV સામે આવ્યા

  • પોલીસ દ્વારા હત્યારા ચાલકની ધરપકડ સાથે વધુ તપાસ

Advertisment

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાહન સાઈડમાં કરવા જેવી નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી 150 મીટર દૂર ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતીત્યારે હવે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જિતેન્દ્ર કંથારિયા નામના આધેડ કેજેઓ બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા સર્કલ નજીક વાહન લઈને ગયા હતા. તે દરમિયાન મયૂર મેર નામના યુવક સાથે તેમના વાહનને સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયૂર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કેતેણે જિતેન્દ્ર કંથારિયાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઉશ્કેરાયેલા મયૂરે મેરએ જિતેન્દ્ર કંથારિયા પર પિકઅપ વાન ચડાવી દીધી હતી. ત્યારબાદ મયૂરે મેરએ પિકઅપ વાનને ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે જિતેન્દ્ર કંથારિયા પિકઅપની આગળના ટાયરની નીચે આવી જતાં 150 મીટર જેટલા દૂર ઢસડાય હતા. પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઉભા રહી ગયા હતા. આ દરમિયાન જિતેન્દ્ર કંથારિયાને બહાર કાઢી લેવામાં આવ્યો હતોઅને ત્યારબાદ મયૂર મેર ફુલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જોકેઆ ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મયૂર મેરને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છેત્યારે હાલ તો આ મામલે કતારગામ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories