/connect-gujarat/media/post_banners/3a30392534505e34f5d9d2847ba618b2cee028c07852f3f8da39b5aac1bcf425.jpg)
સુરતના એકમાત્ર વિસ્તારમાં જ પાણી સપ્લાય હેઠળ મીટરો લગાવી બિલ વસુલતા આમ આદમી પાર્ટીએ રાત્રિએ તિરંગા રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા...
સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાણી સપ્લાય યોજના હેઠળ મીટર લગાવી મસમોટા બિલ વસૂલાતા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સુદામા ચોકથી બાઇક રેલી કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા. રેલીના પગલે વિસ્તારમાં ટ્રાફિક જામ થયા હતા. વધુમાં વાત કરીએ તો પાલિકાએ મીઠા પાણી સપ્લાય કરવાની યોજના અંતર્ગત સૌપ્રથમ મોટા વરાછામાં વૉટર મીટર બિલ પ્રત્યેક નળ કનેક્શન દીઠ ફિટ કરાયા છે. આ પાયલટ પ્રોજેક્ટ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ અમલી બનશે. જોકે મોટા વરાછાને વૉટર ઝોન જાહેર કરી દેવાયા બાદ મીટર પર પાણી વપરાશ પ્રમાણે બિલ વસુલાત શરૂ કરાઇ હતી.આ અંગે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.