સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારાના વિરોધમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આપના કાર્યકરોએ સ્કૂલ યુનિફોર્મ પહેરી રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આજરોજ અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્કુલ યુનિફોર્મ પહેરી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી શાળા સંચાલકો દ્વારા વધારવામાં આવતી ફી અને ડોનેશનને નાબુદ કરવાની માંગ સાથે સૂત્રોચાર કરી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શાળા સંચાલકો દ્વારા મનમાની કરી વધારવામાં આવતી ફી માં, ડોનેશન પ્રથા નાબૂદ કરવા રજૂઆત કરી હતી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી