સુરત ACBની કાર્યવાહી : વલસાડના લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ, બુટલેગર પાસેથી માંગી હતી લાંચ

બુટલેગર પાસેથી રૂ. 1 લાખની લાંચ માંગવાનો મામલો, ACBએ લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ કરી

New Update
સુરત ACBની કાર્યવાહી : વલસાડના લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ, બુટલેગર પાસેથી માંગી હતી લાંચ

બુટલેગર પાસેથી રૂપિયા 1 લાખની લાંચ માંગવાના કેસમાં સુરત ACBએ વલસાડના લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પોલીસકર્મીને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ રૂરલ પોલીસ મથકે દારૂની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે સુરતમાં રહેતા એક બુટલેગરનું નામ ખુલતા રૂરલ પોલીસના ASI સતીશ સાયાજીરાવે બુટલેગર પાસે પાસાની દરખાસ્ત ન કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ માંગ હતી. જોકે, રકઝક બાદ 50 હજારમાં ડિલ થઈ હતી, ત્યારે સતીશ સયાજીરાવે માંગેલી લાંચની રકમ બુટલેગર આપવા માંગતો ન હોવાથી સુરત ACBને પોલીસ જવાન વિરૂદ્ધ ફરિયાદ આપી હતી, ત્યારે સુરત ACBની ટીમે છટંકુ ગોઠવી ASI વતી લાંચની રકમ લેવા આવેલ ફોલ્ડર રામસીંગ પાટીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો, ત્યારે વલસાડ રૂરલ પોલીસના ASI સતીશ સયાજીરાવને ઘટનાની જાણ થતાં તે ફરાર થઈ ગયો હતો. હાલ તો સુરત ACBની ટીમે લાંચ મામલે ફરાર પોલીસ જવાનને વોન્ટેડ જાહેર કર્યો છે.

Latest Stories