Connect Gujarat
સુરત 

સુરત: હજીરામાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના મામલામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા

સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે

X

સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે

સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે.ચુકાદો સાંભળતા નરાધમે જજ પર ચપ્પલ ફેંક્યું હતું. બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે,બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે.સાથે જ પીડિતાના પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરી હતી.જો કે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં.

Next Story