-
VNSGUમાં વિદેશી દારૂની મહેફિલનો મામલો
-
છ વિદ્યાર્થીઓ વચ્ચે જામી હતી મહેફિલ
-
રજિસ્ટ્રારે રેડ કરતા જ આખી ઘટના આવી બહાર
-
4 વિદ્યાર્થીઓને વોર્ડને ભાગવામાં કરી મદદ
-
એક ઝડપાયો,જ્યારે એક કૂદીને થઈ ગયો ફરાર
-
ઘટનામાં વિદ્યાર્થીઓના પ્રવેશ કરાયા રદ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો છે, જ્યારે 5 ભાગી છૂટ્યા હતા.વિદ્યાર્થીઓએ દારૂનો પેગ બનાવી ચિયર્સની બૂમો પાડી હતી, જેથી રજિસ્ટ્રારે રેડ કરી હતી. જો કે, વોર્ડને 4 વિદ્યાર્થીને મુખ્ય ગેટથી ભાગવા દીધા હતા અને એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો.સર્જાયેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓની પોલ ખુલ્લી પડી ગઈ હતી,જેમાં છ વિદ્યાર્થીઓ દારૂનો પેગ બનાવીને ચિયર્સની બૂમો પાડી હતી,જે અંગેની જાણ થતા જ રજિસ્ટ્રારે રેડ કરી હતી,જેમાં 4 વિદ્યાર્થીઓને ભાગવામાં વોર્ડને મદદ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જ્યારે એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો,તેમજ એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પકડાયેલા વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હતી,અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂની બોટલ, દારૂ ભરેલા ગ્લાસ, બાઈટિંગ, નોનવેજ, ઇ-સિગારેટ અને ડિફાઇન સિગારેટના પેકેટ મળી આવ્યા હતા.
હોસ્ટેલમાં મનોજ તિવારી, નીરજ, અભિજિત, ઇન્દ્રજિત અને અન્ય બે યુવકો દારૂની પાર્ટી કરી રહ્યા હતા.યુનિવર્સિટીના CCTVમાં રેડ બાદ ભાગતા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે.વધુમાં મનોજ તિવારી નામના વિદ્યાર્થીને રૂમમાં બંધ કરાયો હતો,ત્યારે સિક્યુરિટી ઓફિસર વોચમાં હતો. દરમિયાન મનોજ બાલ્કની માંથી કૂદીને ભાગી ગયો હતો. અભિજીત રૂમમાં જ હોવાથી પકડાઈ ગયો હતો. પાર્ટી કરનારા 6 પૈકી બે યુવક યુનિવર્સિટી બહારના હતા.જ્યારે 4ના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત વોર્ડનને યુનિવર્સિટીએ મેમો આપ્યો છે.
સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.