Connect Gujarat
સુરત 

સુરત : અમરોલી સ્વામીનારાયણ મંદિરના મહંતે કર્યો વાણીવિલાસ, શ્રધ્ધાળુઓએ કરી મહંતની ધોલાઇ

સુરતના અમરોલીના સ્વામીનારાયણ મંદિરના મહંતને નાગબાઇ માતાની સરખામણી સુંદર સ્ત્રી સાથે કરવાનું ભારે પડી ગયું છે.

X

સુરતના અમરોલીના સ્વામીનારાયણ મંદિરના મહંતને નાગબાઇ માતાની સરખામણી સુંદર સ્ત્રી સાથે કરવાનું ભારે પડી ગયું છે. સ્વામીના નિવેદન બાદ ઉશ્કેરાયેલાં શ્રધ્ધાળુઓએ સંતની પીટાઇ કરી હતી અને તેના સીસીટીવ ફુટેજ સામે આવ્યાં છે.

તાજેતરમાં એક ગરબામાં ખોડલ માતાજીને અપમાનિત કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે ગરબાના કલાકારો સામે ગઢવી અને ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. બંને સમાજના વિરોધના પગલે કલાકારને માફી માંગવાની ફરજ પડી હતી. આ વિવાદ માંડ શાંત થયો છે ત્યાં સુરતના અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વિવાદમાં સપડાયાં છે. તેમણે જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજી વિશે ટીપ્પણી કરી છે. તેમણે માતાજીની સરખામણી અપ્સરા તેમજ સુંદર મહિલા સાથે કરી છે. સ્વામીની ટીપ્પણી બાદ નાગબાઇ માતાજીના ભકતો અમરોલીના સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી ગયાં હતાં અને સ્વામીને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે.

જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વડતાલ ગાદીના રાકેશ પ્રસાદ સ્વામીના શિષ્ય હરિવલ્લભ સ્વામીના શિષ્ય છે. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ કેટલીક અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ તેમના ઉપર થઈ રહ્યો છે. જ્ઞાનપ્રકાશદાસજીને માર મારવામાં આવ્યાં બાદ સંતો અમરોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. પરંતુ ચારણ સમાજના કેટલાક આગેવાનોએ સંતોની માફી માંગી લેતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. બીજી તરફ વડતાલ મંદિરના ચેરમેન અને ચારણ સમાજના અગ્રણીઓ વચ્ચે વાતચીત થઈ હતી જેમાં સંતને માર મારવાના મુદ્દા અંગે ચર્ચા કરાય હતી.

Next Story