સુરત : જાહેરમાં લઘુશંકા મામલે ટકોર કરતાં અસામાજિક તત્વોનો 2 ભાઈઓ પર ચપ્પુથી હુમલો, એક યુવકનું મોત…

ભેસ્તાનના ઉન નવાબ રેસિડેન્સી પાસે રહેતા 22 વર્ષીય મોહમ્મદ ઝફર હુસેન અને તેના મોટાભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઝફરનું મોત નીપજ્યું

New Update
  • ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બાબતમાં ખૂની ખેલ ખેલાયો

  • જાહેરમાં લઘુશંકા કરતાં અસામાજિક તત્વોને કરી હતી ટકોર

  • અસામાજિક તત્વોએ ચપ્પુ વડે 2 ભાઈઓ પર હુમલો કર્યો

  • ઘટનામાં 22 વર્ષીય ભાઈનું મોતજ્યારે અન્ય ભાઈને ઇજા

  • ઇજાગ્રસ્ત ભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો 

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બાબતમાં રોષે ભરાયેલા અસામાજિક તત્વોએ 2 ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 22 વર્ષીય એક ભાઈનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત ભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં અપરાધીઓનો ખોફ જાણે ઓગળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. લિંબાયત અને સચિન વિસ્તાર બાદ હવે ભેસ્તાનમાંથી હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ભેસ્તાનના ઉન નવાબ રેસિડેન્સી પાસે રહેતા 22 વર્ષીય મોહમ્મદ ઝફર હુસેન અને તેના મોટાભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો.

આ હુમલામાં ઝફરનું મોત નીપજ્યું હતુંજ્યારે તેનો મોટો ભાઈ સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મૃતક ઝફર ઉધના BRC વિસ્તારમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના ઘર પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં લઘુશંકા કરી રહ્યા હતા. જે મામલે ઝફરે ટકોર કરતાં સામાજિક તત્વોને તેની શિખામણ એટલી હદે વસમી લાગી કેતેઓએ ઉશ્કેરાઈ જઈને બન્ને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories