/connect-gujarat/media/post_banners/0eea31d7d5965da3ccd661a9478e0b844a2d5007e8b3cb41bd3916405bf8000e.jpg)
સુરતમાં દારૂના નશામાં છાકટા બની વાહન ચાલકોને રોકી મારામારી કરનાર 2 લોકોની ઉધના પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં દારૂના નશામાં છાકટા બની કેટલાક લોકોએ ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. નશામાં આવતા જતા વાહનચાલકોને રોકી મારામારી કરી હતી. ઉધના વિસ્તારના ખરવર નગરથી સત્યનગર તરફ આવતા બ્રિજના સર્વિસ રોડ પર આવતા જતા વાહનોને રોકી કેટલાક ઈસમોએ મારામારી કરી વાહનોને નુકશાન પહોચાડ્યું હતું. આ બાબતે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો બીજી તરફ, વિડીયો વાયરલ થતા ઉધના પોલીસ હરકતમાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલા એક યુવકે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારે ઉધના પોલીસે વિડિયોના આધારે તપાસ કરી દારૂના નશામાં છાકટા બની રોફ જમાવતા 2 લોકોને ઝડપી પાડ્યા હતા.