બનાવટી ચલણી નોટનો મામલો
આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો
ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ
ATSએ કરી એક શખ્સની ધરપકડ
કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર
સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATSએ500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.