સુરત : BBAના વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવી 15થી વધુ યુવકોનો હુમલો,પોલીસે 11 તોફાનીઓની કરી ધરપકડ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવીને 15થી વધુના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,આ ઘટનામાં પોલીસે 11 તોફાનીઓની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

New Update
  • મોટા વરાછા વિસ્તારમાં બની મારામારીની ઘટના

  • કોલેજીયન વિદ્યાર્થીને 15થી વધુના ટોળાએ માર્યો માર

  • જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી કર્યો હુમલો

  • પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને કરી કાર્યવાહી

  • પોલીસે 11 લોકોની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું 

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવીને 15થી વધુના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,આ ઘટનામાં પોલીસે 11 તોફાનીઓની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજીયન વિદ્યાર્થી સાથેની જૂની અદાવતમાં હિંસક વળાંક આવ્યો છે. સમાધાનના બહાને બોલાવીને BBAના વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોના ટોળાએ લાકડી અને દંડા વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકેઉત્રાણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ હુમલાનો ભોગ બનનાર BBA વિદ્યાર્થી પ્રીત પ્રદીપભાઈ ઘોઘારીને 15 દિવસ પહેલા રાહુલ ગોસ્વામી નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવત રાખીને રાહુલ ગોસ્વામી પ્રીતને મારવા માટે ફરી રહ્યો હતો અને ફોન પર ધમકીઓ પણ આપી હતી. દરમિયાનસમાધાન કરવાના બહાને પ્રીતને પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો. પ્રીત પર રાહુલ ગોસ્વામી સહિત 15થી વધુ યુવકોનું ટોળું તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ પ્રીતને લાકડીક્રિકેટના સ્ટમ્પ અને દંડાથી માર માર્યો હતો.પ્રીતને બચાવવા વચ્ચે પડેલા તેના ત્રણ મિત્રોને પણ ટોળાએ માર માર્યો હતો. આ હુમલામાં પ્રીતને હાથ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રાત્રે જાહેર રોડ પર થયેલી આ મારામારીની ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.15થી વધુ યુવકોએ રીતસરનો આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકેસ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં 8ના નામજોગ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.અને ત્વરિત કાર્યવાહી કરીને 11 તોફાનીઓની ધરપકડ કરી હતી.તેમજ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીએ તોફાનીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Latest Stories