-
શહેર તથા જિલ્લાના દિન પ્રતિદિન વધતાં અકસ્માતો
-
અકસ્માતોને નિવારવા પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ
-
વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ કરાયું
-
150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરાય
-
પોલીસની કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ
સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને રોકવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટો વાહન ચલાવતા વ્યક્તિની આંખો પર પડતા જ આંખ સામે અંધારા આવી જતા હોય છે, અને અકસ્માતની ઘટના સર્જાય છે. જોકે, વાહનોમાં આવી લાઈટોને લઈને ગુજરાતમાં સૌપ્રથમ વાર સુરત પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં વાહનોમાં ફ્લેશલાઇટ નાખીને ફરતા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી 1 હજારથી વધુ વાહન ચાલકોને ફેશલાઇટને લઈને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત 150 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કારવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, અનેક વાહન ચાલકો પોલીસથી બચવા અવનવા બહાના કાઢતા હોય છે. જેથી પોલીસે મેકેનિક અને વાહનોના શોરૂમ મેનેજરોને સાથે રાખીને વાહનોમાં ફેશલાઇટને લઈને તપાસ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.