Connect Gujarat
સુરત 

સુરત : શહેરીજનોને "દશેરા"નું પર્વ ફળ્યું, 200 કરોડ રૂા.ની હોસ્ટેલ સહિત અનેક કામોનું ભુમિપુજન

સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું.

X

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુબ મહેનતું છે અને તેઓ કોઇ પણ કામ પાકકુ કરે છે અને હું તેમને બે દાયકાથી ઓળખું છું. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં પાટીદાર સમાજની હોસ્ટેલના ભુમિપુજન પ્રસંગે જણાવ્યું હતું. ભુમિપુજન કાર્યક્રમમાં વડાપ્રધાન દીલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં.

સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું. વડાપ્રધાન મોદીએ દીલ્હીથી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ પ્રસંગે કહ્યું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું. 'હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે.

રાજયના મુખ્યમંત્રી બન્યાં બાદ ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવ્યાં હતાં. તેમના હસ્તે હોસ્ટેલના ભુમિપુજન ઉપરાંત વિકાસના અન્ય કાર્યોના પણ ભુમિપુજન અને લોકાર્પણ કરાયાં હતાં. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને દર્શના જરદોશ સહિત અન્ય મંત્રીઓ, ધારાસભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહયાં હતાં.

Next Story
Share it