New Update
કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રાનું તેમના હોમ ટાઉન સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતની પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીને કેબીનેટ મંત્રી બનવામાં આવ્યા છે જોકે મંત્રી બન્યા બાદ લાંબા સમયથી ગાંધીનગર હતા ત્યારે રવિવારના રોજ સુરત મુકામે આવતા પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલની અધ્યક્ષતામાં જન આશિવાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેબીનેટ મંત્રીની જન આશિવાદ યાત્રામાં મોટી સંખ્યા જન મેદની જોવા મળી હતી.આ યાત્રાનો પ્રારંભ જહાંગીરપુરા નજીક આવેલ વેલકમ સર્કલ પાસેથી થયો હતો અને ત્યાર બાદ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.