સુરત : કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિન પ્રસંગે સેવા કાર્યો થકી ઉજવણી

તેમના જન્મ દિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષનો જન્મદિવસ

  • સી આર પાટીલના જન્મદિવસની ઉજવણી

  • 71માં જન્મદિનની કરાઈ ઉજવણી 

  • વિવિધ સેવાકીય કાર્યો સાથે કરાઈ ઉજવણી

  • પાટીલને તેમના સમર્થકોએ પાઠવી શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.તેમના જન્મ દિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે પાટીલના નિવાસસ્થાને વહેલી સવારથી કાર્યકર્તાઓ અને ચાહકોની ભીડ જોવા મળી હતી,અને તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલનો આજે 71માં જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો સાથે કરવામાં આવી હતી.સુરત ખાતેના તેઓના નિવાસ્થાને સવારથી જ સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી,અને સી આર પાટીલને ઉપસ્થિત સમર્થકોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળસી.આર. પાટીલને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે જળસંચય જનભાગીદારી અભિયાન’ શરૂ કર્યું છેજે દેશભરમાં ભૂગર્ભ જળ સ્તર ઉંચુ લાવવા માટે શરૂ કરાયેલું વિશેષ અભિયાન છે. આ અભિયાન હેઠળ વરસાદના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છેજેથી આવનારા વર્ષોમાં પાણીની તંગી સામે રક્ષણ મેળવી શકાય.

સુરતના ઉધના ઝોનમાં આ પ્રસંગે કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.જ્યારે લિંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પમાં નાગરિકોની તંદુરસ્તી માટે મફત આરોગ્ય તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સ્વચ્છતા અને જળ સંચય અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નદી અને તળાવોના સંવર્ધન માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

 

Latest Stories