/connect-gujarat/media/post_banners/70ffa5c0125eaa15267a8419d77a7c7358fd61a03010736f9ba5a95278896e48.jpg)
કાપડ નગરી સુરતમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે અને મૃતકોના વાલી વારસની શોધખોળ શરૂ છે સુરતમાં અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળવાનો સીલસિલો યથાવત રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ જે તે વિસ્તારના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.
એક મૃતદેહ ઉતરાણ નજીક તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો, બીજો મૃતદેહ સચિનના રેલ્વે વિસ્તારમાંથી મળી આવ્યો હતો તો ત્રીજો મૃતદેહહ પલસાણામાં અવાવરુ જગ્યાએથી મળી આવ્યો હતો.પોલીસે આ મામલે મૃતકોના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે અને આ હત્યાનો બનાવ છે કે આત્મહત્યા કરવામાં આવી છે એ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.