/connect-gujarat/media/post_banners/53d1727eb29f45edd7d3ccf9359ac054ae4e37b4cf37cfb3c2668914614bd1b6.jpg)
સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી. માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હેવાને હત્યા કરી નાંખી હતી. દીવાળીના દિવસે ડીજે પાર્ટી જોવા ગયેલી અઢી વર્ષીય બાળકી નવા વર્ષની ઉજવણી પણ કરી શકી ન હતી. દિવાળી રાતે જ નરાધમે તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી ગુડ્ડકુમાર યાદવની ધરપકડ કરી લીધી છે. આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. ચાર્જશીટમાં મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઇ દારૂના નશામાં હવસખોર બની બાળકીને પીખી નાંખી હતી. પોલીસની તપાસમાં આરોપીએ વડોદના આર્શીવાદનગરમાં આવેલી જય અંબે મોબાઇલ નામની દુકાનમાંથી 300 રૂપિયાનું મેમરી કાર્ડ લીધું હતું જેમાં દુકાનના માલિકે સાત અશ્લિલ કલીપ નાંખી આપી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાનદાર લકકી ઉર્ફે સાગર વિજય શાહની પણ ધરપકડ કરી છે. આરોપી ઇન્ટરનેટ પરથી અશ્લિલ કલીપો ડાઉનલોડ કરી તેને મેમરી કાર્ડમાં નાંખી આપતો હતો. સુરતની કોર્ટ 29 દિવસમાં જ આપેલા ચુકાદા બાદ હવે માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ થવાની ઘટના બની છે.