9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય
કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત
9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો
વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો
સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.
સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કે, અત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.