સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ, શહેર કોંગ્રેસે ડાયમંડ એસોસિએશનને પાઠવ્યું આવેદનપત્ર

સુરત શહેરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોને કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે, અને આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.

New Update

c

ગુજરાતની ડાયમંડ સીટી તરીકેનું ઉપનામ ધરાવતા સુરતમાં હીરા બજાર હાલમાં મંદીનો માર સહન કરી રહ્યું છે,જેના કારણે હીરાના કેટલાક ઉદ્યોગોએ હીરા કારીગરોને ફરજ પરથી છુટા કરી દીધા છે,ત્યારે રત્નકલાકારોના હિતમાં શહેર કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે,કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ એ ડાયમંડ એસોસિએશનને એક આવેદનપત્ર પાઠવ્યું હતું,અને જણાવ્યું હતું કે છુટા કરાયેલા રત્નકલાકારોને ફરજ પર પાછા લેવામાં આવે,તેમજ તેમના માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી,જ્યારે તેમના પરિવાર બાળકો અને ઘર ખર્ચ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે પણ રજૂઆત કરી હતી.  

 

#Gujarat #Congress #CGNews #Surat #Petition #Diamond #Diamond Association
Here are a few more articles:
Read the Next Article