-
અક્ષય તૃતીયા નિમિત્તે વિવિધ ચીજવસ્તુ ખરીદવાની પરંપરા
-
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદી કરવાની પરંપરા
-
સોના-ચાંદીના ભાવ વધારા સામે ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો
-
ભાવ વધારાના પગલે વિવિધ જ્વેલર્સ શોપમાં ઘરાકી નહિવત
-
દાગીનામાં ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો
અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે સોના-ચાંદીના દાગીના સહિત અન્ય ચીજવસ્તુની ખરીદી કરવાની વર્ષો જૂની પરંપરા છે, ત્યારે આ વર્ષે સોના-ચાંદીમાં ભાવ વધારાના પગલે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં ઓછી ઘરાકી જોવા મળી હતી.
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર, સત્ય યુગ, ત્રેતા યુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાને ‘યુગદી તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દાન અને પુણ્યના પાવન અવસર અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદી કરવાની પણ વર્ષો જૂની પરંપરા છે, ત્યારે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.
તો બીજી તરફ, ચાંદીનો ભાવ આ વર્ષે 99 હજાર રૂપિયા કિલો છે. જે ગત વર્ષે 65થી 70 હજાર રૂપિયા કિલોના ભાવે મળતું હતું, ત્યારે આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના-ચાંદીની ખરીદીમાં 40થી 50 ટકા ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, સોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે. સોના-ચાંદીના ઉંચા ભાવોના કારણે નવી ઘરાકી પણ જોવા મળતી નથી.