-
ભાવનગરના મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરનો મામલો
-
સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવાય
-
મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો થયો આક્ષેપ
-
શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો
-
સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે નોંધાવશે વિરોધ પ્રદર્શન
ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં આવેલ 185 વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા સુરતમાં વિવાદ સર્જાયો છે. જેમાં મૂર્તિ રાતોરાત મૂળ સ્થાન પરથી હટાવી લેતા સુરતમાં રહેતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો શ્રી અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણદેવ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી મંદિર રદ્દ કરી નાખતા વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે. આ સાથે જ આગામી રવિવારના રોજ સમગ્ર સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે રેલી તેમજ વિરોધ પ્રદર્શન યોજી પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.