સુરત : સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટનો કર્યો હતો પર્દાફાશ,વધુ બે આરોપીની ધરપકડ

સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટના પર્દાફાશ બાદ આ ઘટનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.અને અત્યાર સુધીમાં આ ગુનામાં છ આરોપીઓને ઝડપી લીધા છે.

New Update
  • આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશનો મામલો

  • સાયબર ક્રાઇમની ટીમને મળી હતી મોટી સફળતા

  • અત્યાર સુધીમાં છ આરોપીઓની કરવામાં આવી હતી ધરપકડ

  • આ રેકેટમાં વધુ બે આરોપીઓને દબોચી લેતી પોલીસ

  • આરોપીઓએ 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે મોકલ્યા

સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટના પર્દાફાશ બાદ આ ઘટનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.અને અત્યાર સુધીમાં આ ગુનામાં છ આરોપીઓને ઝડપી લીધા છે.

સુરત સાયબર ક્રાઈમની ટીમે તાજેતરમાં એક મોટા આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી હતી. આ ગેંગના સાગરિતો થાઈલેન્ડમાં કમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને ભારતના અને અન્ય દેશોના યુવાનોને છેતરીને મ્યાનમાર લઈ જતા હતાજ્યાં તેમને ચાઈનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા.

આ રેકેટમાં ફસાયેલા યુવાનોને થાઈલેન્ડમાં કમ્પ્યુટર વર્ક માટે આકર્ષક નોકરીની ઓફર આપવામાં આવતી હતી. એકવાર યુવાનો થાઈલેન્ડ પહોંચી જાય પછીતેમને કપટપૂર્વક નદી પાર કરાવીને મ્યાનમાર મોકલી દેવામાં આવતા હતા. ત્યાં તેમને ચાઈનીઝ ગેંગના હવાલે કરવામાં આવતા હતા. આ ગેંગ યુવાનો પાસેથી તેમના નામની ફેક ID બનાવીને ભારત અને અન્ય દેશોમાં ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી. આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને લોકોને છેતરવામાં આવતા હતા.

સુરત સાયબર ક્રાઇમની ટીમે સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.આ ગુનામાં પોલીસે છ આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી,જ્યારે વધુ બે આરોપીઓને પણ પોલીસે દબોચી લીધા છે.જેમાં આરોપી શશાંક બસુદેવ અને દાનીશ દાત્રેલીયાની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ મુખ્ય આરોપી નિપેન્દરે માત્ર ભારત જ નહિ પરંતુ પાકિસ્તાનશ્રીલંકાબાંગ્લાદેશ અને ઈથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા હતા.તેણે અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા છે. આ 51 લોકોમાં 47 ભારતીય નાગરિકો છેજ્યારે બીજા પાકિસ્તાનશ્રીલંકાબાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ થાય છે. 

Latest Stories