સુરત : પાલતુ શ્વાન રાખવા માટે આસપાસના લોકોની મંજૂરી સાથે લેવું પડશે લાયસન્સ,ડોગ પ્રેમીઓનો વિરોધ

સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

New Update
  • મનપાનો પાલતુ શ્વાન માટેનો નિયમ

  • શ્વાન પાળવા માટે લેવું પડશે લાયસન્સ

  • આસપાસના 10 પડોશીની લેવી પડશે બાંહેધરી

  • મનપાએ 800થી વધુ શ્વાન પ્રેમીઓને નોટિસ ફટકારી

  • શ્વાન પ્રેમીઓએ કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર

સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.જોકે ડોગ પ્રેમીઓએ મનપાના આ નિર્ણયનો વિરોધ કરીને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું.જે ઘટના બાદ શ્વાન પાળવા માટે જરૂરી પરવાનગીનો નિયમ બનાવવામાં આવ્યો હતો.ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શ્વાન પ્રેમીઓ માટે લાયસન્સ અંગેનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે,વધુમાં સોસાયટીના આસપાસના રહીશો તેમજ એપાર્ટમેન્ટમાં પ્રમુખ સહિતના 10 લોકોની બાંહેધરી લેવા માટેનો નિયમ ઘડવામાં આવ્યો છે.આ અંગે મહાનગરપાલિકાના માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો. દિગ્વિજય રામે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 800થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.જ્યારે 250 જેટલી લાયસન્સ માટેની અરજીઓ આવી હતી.જેમાંથી 150 લોકોને લાયસન્સ આપવામાં આવ્યા છે.તેમજ 100 અરજી તપાસ હેઠળ છે અને 6 અરજી નામંજૂર કરવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
સુરત મનપા દ્વારા પાલતુ શ્વાન પાળવા માટેના નિયમોનો ડોગ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. શ્વાન પ્રેમીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે મનપાના નિયમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં લાયસન્સ ઉપરાંત સોસાયટીના 10 પડોશીઓની બાંહેધરી અંગેનો પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને આ અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવીને મનપા દ્વારા શ્વાન પાળવા અંગેના નિર્ણય પરત ખેંચવા માટેની રજુઆત કરવામાં આવી હતી.
Latest Stories