સુરત : ડો. બાબા સાહેબ આંબેડકરની યાદમાં નાગસેન નગરના સ્થાનિકોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...

તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.

New Update
સુરત : ડો. બાબા સાહેબ આંબેડકરની યાદમાં નાગસેન નગરના સ્થાનિકોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...

તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.જેના ભાગરૂપે આજે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના રહીશો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ધર્યું હતું.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સાર્વજનિક તળાવનું પાણી અસ્પૃશ્યતાઓને મળી શકે તેમજ સાર્વજનિક તળાવના પાણી પર તમામ નાગરિકોનો એક સમાન હક્ક અને અધિકાર રહે તે માટે આંદોલન કરી તળાવો ખુલ્લા મુક્યા હતા. આ દિવસને ચવદાર તળાવ સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. જેના ભાગરૂપે આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના રહીશો દ્વારા બુદ્ધ વિહારથી લઈને રમાબાઈ ચોક સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા લાવવાનો પણ પ્રયાસ કરાયો હતો.

Latest Stories