સુરત : મંદિર બહાર કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત, હચમચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા...

સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ગંભીર ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

New Update
Advertisment
  • વેસુ વિસ્તારમાં આવીલ મંદિર બહાર સર્જાયો અકસ્માત

  • કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત

  • અકસ્માતની ગંભીર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

  • અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી થયો ફરાર

  • અકસ્માતના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુંજ્યારે અકસ્માતની ગંભીર ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી અકસ્માતની ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મંદિર બહાર ભીખ માંગી ગુજરાન ચલાવતી 80 વર્ષીય ભિક્ષુક મહિલાનું મોત નીપજયું હતું. કાર ચાલકે કચડી મારતા 80 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકારચાલકની બેદરકારીના કારણે એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કાર ચાલાકનો સ્ટિયરિંગ અને એક્સેલરેટર પર કાબુ ન રહેતા અકસ્માત સર્જાયો હતો. એટલું જ નહીંઅકસ્માત બાદ વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાના બદલે કાર ચાલક સ્થળ પર જ કાર મુકીને ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફઅકસ્માતમાં વૃદ્ધાનું મોત થતાં વેસુ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories