-
ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ
-
ઝાડા ,ઉલટી, તાવ સહિતના દર્દીઓમાં વધારો
-
મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો
-
આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી
-
સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.