સુરત : નવસારીના યુવકનું હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.

New Update
  • ડોક્ટરની બેદરકારીનો મામલો

  • નવસારીના યુવકે ગુમાવ્યો જીવ

  • પેટના દર્દથી પીડિત યુવકનું નીપજ્યું હતું મોત

  • ડોકટરે ઇન્જેક્શન આપ્યા બાદ પગમાં હલનચલન થયું બંધ

  • ધનિષ્ટ સારવાર બાદ પગ કાપવો પડ્યો

  • આખરે યુવકનું નીપજ્યું મોત 

  • પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આરોપ

નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.

નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાની ફરિયાદ હતી,અને દર્દથી પીડાઈ રહ્યા હતા.તેઓને સારવાર માટે નવેમ્બર માસમાં નવસારીનીINS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,કૌશિક પટેલના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સુરતના સેલ્બી હોસ્પિટલના તબીબ દ્વારાINS હોસ્પિટલમાં કૌશિકને પગમાં ઈન્જેકશન આપ્યું હતું,ત્યાર બાદ કૌશિકની તબિયત વધુ લથડી હતી.અને પેટમાં ઇન્ફેક્શન વધવાની સાથે જમણા પગમાં હલનચલન બંધ થઈ ગયુ હતુ.

ત્યારબાદ કૌશિકને ધનિષ્ટ સારવાર માટે સુરત સેલ્બી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.14 દિવસની સારવારમાં તેના પેટ અને પગમાં સર્જરી કરવામાં આવી હતી.અને પુનઃ સારવાર માટે નવસારીનાINS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો,જોકે કૌશિકના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો ન થતા તેનો ક્ષતિગ્રસ્ત પગ સર્જરી કરીને કાપવામાં આવ્યો હતો.અને તેના ત્રણ જ દિવસમાં કૌશિકનું મોત નીપજ્યું હતુપરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કૌશિકનો જીવ બચાવી ન શક્યા,અને ડોક્ટરની બેદરકારીએ કૌશિકનો જીવ લીધો હોવાનો આરોપ લગાવીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.