-
સુરતમાં પિતાએ કરી દીકરીની હત્યા
-
યુવાન પુત્રી જમવાનું બનાવતા શીખતી નહતી
-
પિતા પુત્રી વચ્ચે બોલાચાલી બાદ થયો ઝગડો
-
પિતાએ આવેશમાં આવીને પુત્રીને માથામાં માર્યું કુકર
-
સારવાર દરમિયાન પુત્રીનું નીપજ્યું મોત
સુરતના ચોક બજાર વિસ્તારમાં સગા પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.18 વર્ષીય પુત્રી રસોઈ બનાવતા શીખતી ન હોવાથી પિતાએ આવેશમાં આવી કુકરથી તેના પર હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે,તેમના પરિવારમાં પત્ની બે પુત્રી અને બે પુત્ર છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની 18 વર્ષીય પુત્રી હેતાલી પરમારને રસોઈ બનાવવાનું માતા પિતા કહેતા હતા પરંતુ પુત્રી કંઈ શીખતી ન હતી,ત્યારે ગઈકાલે બપોરે ઘરના સભ્યો હાજર હતા ત્યારે પિતા મુકેશ પરમારે દીકરીને રસોઈ બનાવવાનો ઠપકો આપ્યો હતો. જેથી દીકરી અને પિતા વચ્ચે બોલાચાલી થઈ હતી.
ત્યારે આવેશમાં આવી પિતા મુકેશ પરમારે રસોડામાંથી કુકર લાવી દીકરીના માથા પર મારી દીધું હતું. તેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.દીકરીને ઈજાઓ વધારે થઈ હોવાથી તાત્કાલિક જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પરંતુ માથામાં ગંભીર ઈજાઓના કારણે દીકરીનું મોત નિપજયુ હતું. સમગ્ર મામલે ચોક બજાર પોલીસને જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી પિતા મુકેશ પરમારની ધરપકડ કરી છે.