Connect Gujarat
સુરત 

સુરત: દિવ્યાંગ દિવસ નિમિત્તે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો,સ્થળ પર જ અપાયા પ્રમાણપત્રો

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સુરતના સગરામપુરા ખાતે દિવ્યાંગો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ અને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

X

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સુરતના સગરામપુરા ખાતે દિવ્યાંગો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ અને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશ ભરમાં આજે વિશ્વ દિવ્યાંગ દિન ઉજવણી કરવામાં આવી રહી છે સુરત ખાતે દિવ્યાંગ દિન નિમિતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને ઘર આંગણે દિવ્યાંગ સર્ટિફિકેટ મળી રહે તે હેતુથી નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું આ સર્ટિફિકેટના માધ્યમથી કેન્દ્ર સરકાર,રાજ્ય સરકારના વિવિધ લાભો મળવા પાત્ર છે જ્યારે સામાન્ય દિવસોમાં સર્ટિફિકેટ મેળવા 3-4 દિવસ લાગતા હોય છે જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજવામાં આવેલ કેમ્પના માધ્યમથી દિવ્યાંગોને એક દિવસમાં એક સ્થળે મેડિકલ ચેકપ કરી ગણતરીના કલાકોમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. મતદાર વિભાગ દ્વારા દિવ્યાંગોને મતદાન કાર્ડ અંગેની માહિતી આપવામાં આવી હતી

Next Story
Share it