-
સુરતના નાના વરાછા વિસ્તારમાં હોબાળો
-
પુણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો થયા એકઠા
-
રેશન કાર્ડમાં KYC માટે લોકોએ લગાવી લાઈન
-
KYC માટે લોકો છેલ્લા કેટલા દિવસોથી ખાય છે ધક્કા
-
એજન્ટો રૂ.100 લઈને ફોર્મ ભરે તો તરત કામ થતા હોવાના આક્ષેપ
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રેશન કાર્ડમાં KYC માટે લોકોની લાંબી કતાર લાગી હતી,જોકે રૂપિયા 100 લઈને એજન્ટો દ્વારા જલ્દી કામ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.
ગુજરાત રાજ્યભરમાં રેશન કાર્ડમાં KYC માટેની પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે,જે અંતર્ગત સુરતના પુણા ખાતેની પુરવઠા વિભાગની કચેરી ખાતે પણ લોકોએ સવારથી જ રેશન કાર્ડમાં KYC કરાવવા માટેની લાઈન લગાવી હતી,જોકે કલાકોનો સમય વીતી ગયા બાદ પણ લોકોના કામ થતા ન હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં KYCની કામગીરી માટે આવતા કલોકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી અને એજન્ટો રૂપિયા 100 લઈને ફોર્મ ભરે છે,તેવા લોકોનું KYC જલ્દી કરી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.