ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનની કરી ધરપકડ
એક યુવતી સહિત બે લોકોની ધરપકડ
મહારાષ્ટ્રના બોઇસરથી ઝડપાયા આરોપીઓ
આરોપી રેખાબેન અને તેના બનેવીની ધરપકડ
પોલીસે વેશ પલટો કરીને લૂંટેરી દુલ્હનનો કર્યો પર્દાફાશ
સુરત શહેરમાં લગ્નોત્સુક યુવકને ફસાવીને નાણાં પડાવવાની ઘટનામાં પોલીસે લૂંટેરી દુલ્હન તેમજ અન્ય એકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નોત્સુક યુવકને લગ્નના સપના બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે. શહેરના ચોકબજાર પોલીસે લૂંટેરી દુલ્હનને તેના ઓરતા પર પાણી ફેરવી દીધું હતું.પોલીસ ફરિયાદને આધારે પોલીસે મહારાષ્ટ્ર સુધી જઈને આરોપી યુવતીને ઝડપી તેની આખી ગેંગને પકડીને કાયદા હેઠળ લાવી દીધી હતી. આખા બનાવમાં એક યુવતી સહિત બે લોકોની મહારાષ્ટ્રના બોઈસરથી ધરપકડ કરી હતી.
આ ગેંગ દ્વારા સગાઈ કરવા માટે તેમજ ફુલહારથી લગ્ન કરવા માટે મળી કુલ રૂપિયા 1.30 લાખની રકમ લઈને ફૂલહારથી લગ્ન કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે આરોપી રેખાબેન અને તેના બનેવીની ધરપકડ કરી હતી. સુરતના ચોક બજાર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસમાં આ ગેંગ દ્વારા અત્યાર સુધી 3 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. જે બાદ આ ગેંગમાં બીજા કેટલા લોકો જોડાયા અને કેટલીક આ લોકો સામે ફરિયાદ નોંધાઈ તે તપાસ શરૂ કરી હતી. આરોપીની વધુ પડતી હાજરી બોઈસર અવધનગર વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારની ચા-નાસ્તા તથા કરિયાણાની દુકાનવાળના વેશમાં પોલીસ વોચ ગોઠવી હતી.અને લૂંટેરી દુલ્હન સહિત બે આરોપીની ધરપકડ કરી હતી.