સુરત : અડાજણ વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ,નરાધમ યુવતીને દારૂ પીવડાવી આચરતો હતો કૃત્ય

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવનાર નરાધમે મહિલા મિત્રની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી,

New Update
  • અડાજણમાં સગીરા બની દુષ્કર્મનો શિકાર

  • નર્સરી ચલાવનાર નરાધમે આચર્યું દુષ્કર્મ

  • મહિલા મિત્રની દીકરીને જ બનાવી હવસનો શિકાર

  • બેલ્ટ થી મારી દારૂ પીવડાવી નરાધમ આચરતો હતો કૃત્ય

  • પોલીસે કરી નરાધમ આરોપીની ધરપકડ

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવનાર નરાધમે મહિલા મિત્રની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી,અને આરોપી યુવતીને દારૂ પીવડાવી દુષ્કર્મ આચરતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવતા કેતન પરમાર નામના નરાધમે માનવતાને શરમાવે તેવું કૃત્ય આચર્યું હતું.પોતાની મહિલા મિત્રની દીકરી પર જ તેને ખરાબ નજર રાખી હતી,અને ઘરે એકલતાનો લાભ લઈને સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો,સતત બે વર્ષથી આ યુવતીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી,વધુમાં કેતન પરમાર યુવતીને પોતાના તાબે થવા માટે બેલ્ટથી માર મારતો હોવાનું પણ જાણવા મળ્યું છે.આ સમગ્ર બાબત અંગે ભોગ બનનાર યુવતીએ પોતાની માતાને હકીકતથી વાકેફ કરતા અડાજણ પોલીસ મથકમાં નરાધમ કેતન પરમાર સામે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : સરથાણા પોલીસ સ્ટેશનના PSIને ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.

New Update
  • ACBના હાથે ઝડપાયા લાંચિયાPSI

  • ACBની સફળ ટ્રેપથી પોલીસબેડામાં ખળભળાટ  

  • સરથાણા પો.સ્ટે.નાPSI લાંચ લેતા ઝડપાયા

  • ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની માંગી હતી લાંચ

  • આરોપીને માર ન મારવા માટે માંગી હતી લાંચ

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાંPSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સુરત સરથાણા પોલીસ સ્ટેશનમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.જેમાં પોલીસ મથકનાPSI એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.PSI લીંબોલાએ એક ગુનાના આરોપીઓને મારવા ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી.પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતાPSIનેACBએ રંગે હાથ પકડી પાડ્યો હતો.

આ ઘટનામાં ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસPSI એમ. જી. લીંબોલા કરી રહ્યા હતા.તપાસ દરમિયાન, PSI લીંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંતACBનો સંપર્ક કર્યો હતો.ACBએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું.અને 6 ઓગસ્ટ2025ના રોજસરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.આ ટ્રેપ દરમિયાનPSI લીંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40 હજારની લાંચ સ્વીકારી હતી. આ જ સમયેACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

ACB દ્વારા આરોપીPSI એમ.જી.લીંબોલાને ડિટેઇન કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ ઓપરેશનમાં ભરૂચACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.શિંદે અને વડોદરા ગ્રામ્યACBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.જે.ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝનACB, વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.