સુરત : હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે હેલ્મેટની ચોરી, તો લગ્નપ્રસંગે DJમાં લોકોએ હેલ્મેટ પહેરીને નોંધાવ્યો અનોખો વિરોધ...

સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે.

New Update
  • દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટના નિયમની કડકાઈ

  • તમામ દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત

  • તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો સામે આવ્યો

  • લગ્નમાં કેટલાક લોકોનો હેલ્મેટ પહેરી અનોખો વિરોધ

  • પોતાની સલામતી માટે હવે હેલ્મેટ પહેરવું પણ આવશ્યક

સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફલાલ દરવાજા વિસ્તારમાં લગ્નપ્રસંગે કેટલાક લોકોએ હેલ્મેટ પહેરી DJના તાલે ઝૂમી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. તો બીજી તરફઅન્ય લોકો માટે પણ દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં પોલીસે લોકોને કાયદાનું પાલન કરાવી રહી છે. આ વચ્ચે સુરતમાં હેલ્મેટના નિયમની કડકાઈ સામે હેલ્મેટ ચોરીનો વિડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ફોન પર વાત કરતા કરતા અન્ય બાઈક પર રહેલું હેલ્મેટ ચોરી કરતો નજરે પડે છે. આ વ્યક્તિ હેલ્મેટ લઈ પોતાની બાઈક પર બેસી નાસી છૂટે છે. અત્રે ઉલ્લેખનીય છે કેહવે હેલ્મેટની પણ ચોરી થવાનો વિડિયો વાયરલ થતા લોકોમાં પણ હેલ્મેટ બાબતે ચિંતા વધી છે. જોકેકનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ હેલ્મેટ ચોરીના વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી.

તો બીજી તરફહેલ્મેટના નિયમની કડકાઈ સામે સુરતમાંથી અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં લોકોએ હેલ્મેટ પહેરી ડીજેના તાલે જાહેરમાં ડાન્સ કર્યો હતો. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર હેલ્મેટ પહેરી ડાન્સ કરતા લોકોને જોઈ અન્ય લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેહેલ્મેટના કડક નિયમ સામે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છેત્યારે દ્વિચક્રી વાહનચાલકોએ પોતાના અને પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવું પણ આવશ્યક બન્યું છે.

Latest Stories