સુરત : અશ્લીલ વિડિયો જોતા અટકાવતાં પતિએ પત્નીને જીવતી સળગાવી, હત્યારા પતિની ધરપકડ...

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અશ્લીલ વિડિયોના લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે.

New Update
સુરત : અશ્લીલ વિડિયો જોતા અટકાવતાં પતિએ પત્નીને જીવતી સળગાવી, હત્યારા પતિની ધરપકડ...

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અશ્લીલ વિડિયોના લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. પતિ-પત્ની વચ્ચેના કંકાસમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. જે બાદ સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે ચોક બજાર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં અશ્લીલ વિડિયો પત્નીના મોતનું કારણ બન્યું હોવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. સુરતના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં રહેતા કિશોર પટેલ અને કાજલ મિશ્રાના લગ્ન લગભગ 10 મહિના પહેલા જ થયા હતા. કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો, જ્યારે મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. કિશોર અને કાજલ વચ્ચે અશ્લીલ વિડિયોને લઈને ઝઘડો થયો હતો. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વિડિયો જોતો હતો, જેના કારણે બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તો એક દિવસ અગાઉ સાંજે પતિ-પત્ની વચ્ચે રસોઇ બાબતે તકરાર થઇ હતી. ત્યાર બાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ કાજલે તેના પતિ કિશોરને અશ્લીલ વિડિયો જોતા રોક્યો હતો. જોકે, બીજી દિવસે સવારે પત્ની કાજલને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેના લીધે તેણે પતિને દવાખાને લઇ જવાની વાત કરી તો તેણે ઝઘડો કરી બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ તેની પત્નીને લઇને સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેર હોસ્પિટલમાં પત્નીએ ખુદ ટર્પેન્ટાઈન છાંટ્યું હોવાનું પતિએ લખાવ્યું હતું, જ્યારે ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત પત્નીનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જોકે, સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories