સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

Latest Stories