સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો

New Update
સુરત : ઋતુ પરિવર્તન થતાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી કતારો

હાલમાં ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે, જ્યાં હાલમાં રોજના 70 જેટલા કેસો વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્યા છે.

હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો. જેમાં શરદી, ખાસી, જેવા લક્ષણોવાળા દર્દીઓ સારવાર માટે આવતા હોવાની માહિતી મળી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે, ઋતુ બદલાઈ રહી છે, તેમજ હાલમાં માવઠું પણ પડ્યું હતું. જેને લઈને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં રોજના 70 જેટલા કેસો વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્યા છે, ત્યારે ડોક્ટરની સલાહ વિના લોકોએ એન્ટી બાયોટીક દવા લેવાનું ટાળવું જોઈએ.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.